જીવન
જીવન
સારા પ્રસંગોને મમળાવીને જીવવાનું આપણે,
માઠા પ્રસંગોને વિસરાવીને જીવવાનું આપણે,
મળીએ સૌ આપણે પૂર્વના ૠણાનુબંધનથી,
સાથ સહકારને નિભાવીને જીવવાનું આપણે.
શક્ય છે મતભેદે મનભેદ પણ સંભવનારાને,
સમજણ જીવનમાં લાવીને જીવવાનું આપણે.
ગેરસમજને અવકાશ ઝાઝો શબ્દવિન્યાસથી,
પરિસ્થિતિને પામી જઈને જીવવાનું આપણે.
જરુરત એકબીજાની અવારનવાર પડવાની,
ક્યારેક વખતે ગમ ખાઈને જીવવાનું આપણે.
ગણતરી જિંદગીની વર્ષો થકી ના થતી હંમેશ,
સૌના હૃદયે સ્થાન મેળવીને જીવવાનું આપણે.
