જીવન અમારું કમાલ છે
જીવન અમારું કમાલ છે
સમય થોડો કાઢ્યો છે આજે,
ખુદથી ખુદને મળવાને કાજે.
મળ્યું છે એને અમે માણી લીધું,
જીવીને આમ જીવનને જાણી લીધું.
સંબંધોમાં પડેલી ગાંઠ ઉકેલી લીધી,
નકામી વાતોને અમે સંકેલી લીધી.
નવા સંબંધોના તાણા અમે ગૂંથ્યા છે,
મારા તારાનાં ભેદભાવ અમે ભૂલ્યા છે.
નફરતને પ્રેમમાં અમે પલટાવી દીધી,
આવેલી સમસ્યાઓને સુલઝાવી દીધી.
નથી જિંદગી પ્રત્યે અમને કોઈ ફરિયાદ,
આજે સુખની પળો એ આપ્યો છે સાદ.
એટલે જ સાથે વહાલાઓનું વહાલ છે,
એટલેજ આજે જીવન અમારું કમાલ છે.
