ઝંખના
ઝંખના
કોઈ પણ ભોગે તને મળવાની ચાહ મારે,
એથી જ લેવો રહ્યો પામવાનો રાહ મારે,
આમ તો યાદોમાં પ્રતિપળ મળું છું તને,
પણ સન્મુખ મળીને કહેવાનું વાહ મારે,
અભિલાષા અંતરની બળવત્તર બનતી,
તુજ મુલાકાતે મીટાવવી ઉર દાહ મારે,
છું એકલો અટૂલો ઝંખતો તને સતતને,
જોઈએ હરિવર હવે તારી પનાહ મારે,
ગુણોનો ભંડાર ને દયાનો અબ્ધિ પ્રભુ,
તેથી જ થવું રહ્યું વિભુ ગુણગ્રાહ મારે.

