જગતાત
જગતાત
ખરેખર રેતીમાં ખેતી કરી એણે
વાતા'તા પવન ત્યાં પછેડી કરી છે
શું સમજો છો એની મહેનતને તમે
ખેતીથી દૂધની ધાર વહેતી કરી છે
સૂકા બંગ ખેતરોની વચ્ચેથી એણે
બાજરીને ઘઉંની કણસલી કરી છે
ઠંડી ગરમી ખૂબ સહન કરી એણે
ખોરડાની ખાનદાની જીવિત કરી છે
જાત બાળી રાત ઉજાળી કરી એણે
જગ તાત બની 'વાલમ' ખેતી કરી છે
