જગમાં તે જ મહા બડભાગી
જગમાં તે જ મહા બડભાગી
જેને પ્રીત તમારી જાગી... જગમાં.
ધન ને ધામ ભલે ના હોયે, હોય ન વિષય-અનુરાગી,
તો પણ તે બડભાગી સાચે જેને લગની લાગી... જગમાં
વિદ્યાવાન ભલે ના હોયે, હોય ન કે યશભાગી,
હોય ગમે તે જાતિ મહીં તે ભક્ત ખરે બડભાગી... જગમાં
તમારી કૃપા સિવાય બીજી તૃષ્ણા જે દે ત્યાગી,
તે જ ધન્ય છે મુક્તિ તેને મળવાની વણમાગી... જગમાં
નિર્મલ થાજે નમ્ર, સર્વના મંગલનો અનુરાગી,
‘પાગલ’ પ્રાર્થે એવો મુજને સદા કરો બડભાગી... જગમાં
- શ્રી યોગેશ્વરજી
