STORYMIRROR

Shaurya Parmar

Classics

3  

Shaurya Parmar

Classics

હવામાં.

હવામાં.

1 min
569




હવામાં ઉડવાની ઇચ્છા માટે, પાંદડાએ ડાળીને છોડી દીધી,

મૂળની લીલાશ,ભીંજાશ ને લોહીની સગાઈ તેણે તોડી દીધી,


તૂટ્યા પછી ફંગોળાયું આમતેમ જેમતેમ,

મુસીબતોમાંથી નીકળાય કેમ હેમખેમ?

માંડ માંડ આવ્યું એક પથ્થર પર,

ને ઊંઘવા એક ગોળી લીધી...હવામાં !


કરવી વાતો કોની સાથે અહીંયા,

પાન,ફૂલ,ફળ સ્વજનો છે ત્યાં,

રડતાં રડતાં હળવેકથી પાંદડે,

ધીમેકથી આંખો ચોળી લીધી...હવામાં !


થાય પસ્તાવો ભારોભાર,

ઝાડ હતું મારો આધાર,

હાથે કરીને કિસ્મત પોતાની,

વગર વિચારે ફોડી લીધી...હવામાં !


રોજ જીવે ને રોજ મરે,

અહીંયા ત્યાં ઊડ્યા કરે,

ઉડતા ઉડતા પડ્યું તાપણે,

હતી દિવાળી ને હાથે કરી હોળી લીધી...હવામાં !


હવામાં ઉડવાની ઇચ્છા માટે,પાંદડાએ ડાળીને છોડી દીધી,

મૂળની લીલાશ, ભીંજાશ ને લોહીની સગાઈ તેણે તોડી દીધી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics