જાણે માનવતા તો ભૂલાતી જ જાય છે
જાણે માનવતા તો ભૂલાતી જ જાય છે
લાગે છે કંઈક એવું જ કે જાણે,
માનવતા તો ભૂલાતી જ જાય છે.
નથી જોવા મળતી માનવીમાં માનવતાની એ ભાવના,
પણ જોવા મળે છે તો .....
માનવીમાં આજે ઈર્શા, દગો અને વળી,
થોડાક રૂપિયાના લાભ સાટુુુુુુ ફાવે તેમ જૂઠાણું ચલાવવું,
તો આવો ફરી સૌ માનવતાને ખરેખર અનુસરીએ.
લાગે છે કંઈક એવું જ કે જાણે,
માનવતા તો ભૂલાતી જ જાય છે.
નથી જોવા મળતો પશુ-પંખી પ્રત્યેનો એ પ્રેમભાવ,
પણ જોવા મળે છે તો....
તેમના પ્રત્ય
ે હિંસા, સ્વાર્થ અને વળી,
થોડાક રૂપિયાના લાભ સાટુ તેમના પ્રાણ પણ લઈ લેવા
તો આવો ફરી સૌ માનવતાને ખરેખર અનુસરીએ.
લાગે છે કંઈક એવું જ કે જાણે,
માનવતા તો ભૂલાત જ જાય છે.
નથી જોવા મળતો પ્રકૃતિ પ્રત્યેનો એ મૈત્રીભાવ
પણ જોવા મળે છે તો....
માત્ર લાભ વૃત્તિ, તેનો મન ફાવે ઉપયોગ અને વળી,
થોડાક રૂપિયા ના લાભ સાટુ તેનો ધરમૂળ નાશ કરવો,
તો આવો ફરી સૌ માનવતાને ખરેખર અનુસરીએ,
લાગે છે કંઈક એવું જ કે જાણે,
માનવતા તો ભૂલાતી જ જાય છે.