STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

ઈંગ્લીશ મને ફાવે નહીં

ઈંગ્લીશ મને ફાવે નહીં

1 min
394

તારા વિના આ આંખને બીજું કશું છાજે નહીં,

ઝાઝું મથું લખવા છતાં ઈંગ્લીશ મને ફાવે નહીં.


માસી અને મામી કહું, કાકી અને ફોઈ કહું,

સંબંધનું નોખાપણું, આન્ટી મને જામે નહીં.


કક્કો લખું સમજ્યા પછી, ભાષા મને સમજાય પણ,

ભાષા તણું લાવણ્ય તો એબીસીડી પામે નહીં


ધાવણ તણી ભાષા છે તું, ને ગળથૂથી પણ તું જ છે,

ના સાંભળું હાલરડું તો સપનું મને આવે નહીં.


ગરબા, ભવાઈ, છંદ ને છપ્પા તણું સાહિત્ય છે,

નરસિંહ ને મીરાં જેવા પદ કોઈ ફરમાવે નહીં.


લાગે શબદ સરખા બધા,નોખા એના તો અર્થ છે,

ભાષા વિના આ વારસો તો કોઈ સમજાવે નહીં.


ભાષા નહીં પણ માત છે ચાલો જતન કરીએ મળી,

માતા વિના આ બાળને તો કોઈ અપનાવે નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational