STORYMIRROR

Pravin Maheta

Classics

4  

Pravin Maheta

Classics

ઈચ્છા

ઈચ્છા

1 min
259

પ્રભુ તારી પાસે હું માંગવા નહિ મળવા આવ્યો છું,

હે ઈશ તે મને જોયો, હું દર્શન કરવા આવ્યો છું.


હું સંતાન તમારું લાડકવાયો બનવા આવ્યો છું,

હસતા મુખે આપજે તારા ભાવ જમવા આવ્યો છું.


મારા માટે નહિ પ્રભુ દેશ માટે હું યાચવા આવ્યો છું,

બની જા પ્રભુ તું દાનેશ્વરી, હાથને ધરવા આવ્યો છું.


તું બંધુ, તું સખા, તને મા - બાપ માનવા આવ્યો છું,

કરું પ્રાર્થના દેશબંધુ વતી, હાથ જોડવા આવ્યો છું.


બનાવ ભારતને વિશ્વગુરુ એ બોલવા આવ્યો છું,

રીઝે ના, રીઝે ઈચ્છા તારી હું તો નમવા આવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics