STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

હવેથી હરિ તારું..!

હવેથી હરિ તારું..!

1 min
173

આ સ્નેહથી તરબતર ઉર હવેથી હરિ તારું. 

આસન ગ્રહોને ત્યાં હરિવર હવેથી હરિ તારું. 


એ નથી કેવળ મારાં જ જીવનને ચલાવનારું,

વાસ તારો પ્રભુ અજરમર હવેથી હરિ તારું. 


ભરપૂર ભાવના છે ભંડારો ઈશ તારા દીધેલા,

એની જ છે આ બધી અસર હવેથી હરિ તારું. 


નથી હવે હું એકવચન સાથે તુંય ખરો વિભુ,

જો તું સંમત થા એમાં અગર હવેથી હરિ તારું. 


નથી ધબકતું કે ટપકતું કેવળ યંત્ર એ દેખાતું, 

કરજે તું મુજ અંતરની કદર હવેથી હરિ તારું. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama