હું રોજ લખું છું તને
હું રોજ લખું છું તને
હું રોજ લખું છું તને,
તું ક્યારેક તો વાંચ મને.
રોજેરોજ સપના જોવું છું તારા,
તું ક્યારેક તો હકીકતમાં મળ મને.
ખુલી કિતાબની જેમ ફરું છું હું,
તું ક્યારેક તો જાણવાનો પ્રયાસ કર મને.
થાકી ગયો મારા પ્રેમનો ઇઝહાર કરી કરીને,
તું ક્યારેક તો તારા દિલની વાત કહે મને.
પ્રેમ કરું છું બસ એટલે જ વાત કરું છું,
બાકી શોખ નથી કાઈ હેરાન કરવાનો તને.
બધા કહે છે પ્રણવ પ્રેમમાં શાયર થઇ ગયો,
એય્ય સાંભળ.. તું ક્યારેક તો આ વાતનો એહસાસ કરાય મને.
હું રોજ લખું છું તને,
તું ક્યારેક તો વાંચ મને.

