તું અને તારી યાદો
તું અને તારી યાદો
તારી નશીલી આંખો મને જોવા દે,
તારી પ્રેમાળ વાતો મને સાંભળવા દે,
તારા કોમળ હાથને મને સ્પર્શવા દે,
મને તારી યાદમાં થોડું જીવવા દે.
તારી લાગણીઓમાં થોડું મને જીવવા દે,
તારા રૂપના ગુણગાન મને ગાવા દે,
અને હા, તારા વિરહમાં થોડું મને રડવા પણ દે,
મને તારી યાદમાં થોડું જીવવા દે.
મારા પ્રેમનો ઇઝહાર મને કરવા દે,
પ્રેમના એ અનમોલ બીજ મને વાવવાં દે,
મારા સપનાઓને તું સાકાર કરવા દે,
મને તારી યાદમાં થોડું જીવવા દે.
તારી યાદોમાં થોડું અટવાઈ જવા દે,
તારી યાદોમાં થોડા દર્દ મને લખવા દે,
તારી યાદોના સહારે તો જીવું છું હું,
મને તારી યાદોમાં થોડું જીવવા દે.

