STORYMIRROR

Mosami trivedi

Romance

3  

Mosami trivedi

Romance

હું મને ચાહું છું

હું મને ચાહું છું

1 min
125

 હું મને ચાહું છું...આ ગડગડાટ કરતા વાદળમાં વરસતા ઝરમર વરસાદને, જ્યારે મારી નાનીશી બાલ્કનીમાંથી જોઉં છું, હું, પોતાના અસ્તિત્વની વધારે નજીક આવુ છું.

કોઈક દિવસ આવા જ વરસતા વરસાદમાં મે મારા મોટા દીકરાને ફુટબોલના મેદાનમાં, એની ઉંમરના છોકરાઓ સાથે, રમતા માણ્યો છે, રમતો'તો એ, ના રમ્યાનો થાક મારો. 

ઘણીવાર, આપણી ઉંમરના અમૂક દશકા ધાર્યા કરતા વધારે ભાર દોરીમાં છૂટી જાય છે.

કેટલીય ઈચ્છાઓ જે આપણી અંદર છે એની પણ આપણને ખબર ના હોય પણ એના અદ્રશ્ય હોવાપણાનો અહેસાસ એટલે જ એ ભાર દોરી.

પણ આ બધામાં મારી જાતને ચાહવા માટે, મને આ જિંદગી હજુ કેટલી આશાવંત છે એના માટે હું કેટલી ખુશનસીબ છું એ અનુભૂતિ આપવા માટે, મારી ભાર દોરીમાં છૂટેલી ઉંમરનુ કંપેસેશન એટલે મારુ ધાબુ, મારી બાલ્કની, પવનના ઠંડા ઝોકાની મારા મો પર છાલક, લીંબુ સમજીને લઈ આવેલા ઔષધીના છોડમાં ઊગેલા ઘાટા જાંબલી ફૂલ ને કુદરતી મોસમની સુંદર આવન જાવન... ને આ બધામા મોરનો મીઠો ટહુંકો મુકતા સુંદર સંબંધો ને મનગમતા નામો. હું મને ચાહું છું, મારા દીકરાઓના બાળપણમાં, એમના મોટા થવાના અહેસાસમાં, મારા પોતીકાના મીઠા ઠપકામાં, અધધધ સુંદર રંગો વેરતી સાંજમાં, મારી હૈયાતીને હાંશની મહેક આપતી દરેક ક્ષણમાં, હું ખુદને ચાહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance