STORYMIRROR

Mosami trivedi

Romance

4  

Mosami trivedi

Romance

તુ અને હું

તુ અને હું

1 min
334

આકાશમાં એક સુનુ ફળિયું 

ફળિયાની ગીરદી, એટલે તુ અને હું


ઝબુકતી જ્યોત વિનાની, માહી માટલીમાં 

ટમટમતા તારલાં, એટલે તુ અને હું


આ પ્રેમનુ આમ જુઓ તો એવુ કંઈક લાગે 

રણમાં એક જ જાણે કુવો સંતાડયો 


અને કુવા પાસે એક જ છે ઘર 

ને ઘરની વસ્તી એટલે તુ અને હું


આ અમે થવાનુ ને પછી અમથુ થવાનું કેમ ફાવે

વિહરતા વિચારો, તુ ને હું


આ ઘેરંભાયેલા વાદળોમા, તોફાની દરિયો

ને દરિયાની મજધાર, એટલે તુ ને હું


મિલન છે તો વિરહ પણ છે, કહાનીમાં 

પણ પૂરો ને પૂરતો પ્રેમ એટલે તુ અને હું


આ યાદોનું મેઘધનુષ ને રાતરાણીના ફૂલો

ક્ષિતિજની, કિનારી એટલે તુ અને હું


આ વરસાદી માટીની સોડમની ભુખ

ને વસંતના વાયરાને લુંટવાની ભુખ 


આ કડકડતી ઠંડીમાં, ચાનો ગરમાવો

અને હુંફાળી વાતો, એટલે તુ અને હું


આમ જુઓ તો સાવ જ અધુરુ ને સાવ જ છે ટુંકુ 

પણ મનમાં લંબાતુ મીઠુ સગપણ એટલે, તું અને હું


કોઈના કહેવાથી તુ નહી ભૂંસાય કે કઢાય મારામાથી 

તારામા રોજ વધતી ડહાપણની વેલ, એટલે તુ અને હું


Rate this content
Log in

Similar gujarati poem from Romance