STORYMIRROR

Mosami trivedi

Others

3  

Mosami trivedi

Others

ફતેહ સાગર લેક

ફતેહ સાગર લેક

1 min
116

અક્ષરોની, શબ્દોના ઘોડા પર સવારી, ને વિચારોની કૌતુક હરણફાળ

આ નાનકડા સરોવરની પાળે, બેસીને લાગે જાણે, સુંદરતા અહીં જ ઠલવાય,


આ એક બાજુ ધોળું ને એક બાજુ કાળું

બે વિરોધી કેવા સંધાય

આ સરોવરનું પક્ષી આમ તો શું બોલે ? પણ ટૂંકમાં જ કેટલું કહી જાય,


ધુમ્મસમાં શરમાતા ડુંગરાઓ ખોલે, પ્રેમની પાંખડીઓ મનમાં બેબાક

હાંશનો છાંયડો ને હાંશના વાયરા

હાંશના હોડકે ગમતીલા છબછબીયા થાય

મન દુઃખ સુખ બધુ જ ભૂલી જાય,


એક શાંત સંધ્યાને કેટલુય વેરવું, આ સરોવર સુરમા ઝીલતું જાય

આ નાનકડા સરોવરની પાળે

મળે, હૈયાને મોકળા થવાની સોગાત,


આવી તો ભેટ કોણે આપી કે આપશે

કંઈ યાદ જ ના આવે જાણે, ના કાલ ના કાળ

હો એકલા ને છતાંય એકલતા ના સાલવે

મળે કુદરતનો ક્ષણે ક્ષણનો સાથ

આ નાનકડા સરોવરની પાળે, બેસીને લાગે જાણે, સુંદરતા અહીં જ ઠલવાય,


આ સોનેરી કિરણોની, સરોવરમાં ડૂબકીઓ

ને લહેરોમાં, ગમ્મત દેખાય

નજરને તો આમતેમ ફરવાની ટેવ

પણ ઘેલા, બધુ ભૂલી જાય

'ફતેહ સાગર' આ સરોવરનું નામ જ કેવું રઢીયામણું,

શબ્દોના અર્થ તો અનુભુતીથી અંકાય

જે હૈયાને જીતે એની છે જીત ને સરોવર પણ સાગર થઈ જાય.


Rate this content
Log in