હું ખોટો જાઉં છું
હું ખોટો જાઉં છું
ધીમે ધીમે હું મોટો થાઉં છું,
લાગે તો છે કે હું ખોટો જાઉં છું,
રમવાને નથી રહ્યા હવે એ ચોગાનો,
રોજ ઉપાધિઓના ગાણા ગાઉ છું,
મૂઠા ભરી મોમાં નથી મુકાતું હવે કાંઈ,
ગણી ગણીને કેલરીના બટકાઓ ખાઉં છું,
સમય જતો જાય છે સરકતો હવે,
આનંદ વિહોણો બસ ખાલી વૃદ્ધ થાઉં છું,
હવે તો સ્વપ્નો પણ આવતા નથી એવા,
ઉઠવા જ જાણે રોજ પલંગ પર જાઉં છું,
સીધું ક્યાં કોઈને હવે કંઈ કહેવાય 'પાકૃ',
એટલે જ કદાચ રોજ હું ખોટો થાઉં છું.
