STORYMIRROR

Paras Dave

Romance

4  

Paras Dave

Romance

પ્રેમ એક બંધન

પ્રેમ એક બંધન

1 min
780

દિલના તાળા ખોલો તો પ્રેમ થાય છે,

સીધું દિલથી બોલો તો પ્રેમ થાય છે.


મનમાં ને મનમાં રાખી બેઠા છો ઘોડાપુર, 

શબ્દોમાં એને ઘોળો તો પ્રેમ થાય છે.


ક્યાં સુધી કરશો આંખોથી આમ વાતો ?

આંસુમાં એને બોળો તો પ્રેમ થાય છે.


પ્રેમના છબછબિયાંથી હવે થાક્યા નથી ?

ઉડાડો એની છોળો તો પ્રેમ થાય છે.


સીમાઓ ક્યાંય નથી આ 'પાકૃ'ની દોસ્ત 

દોરડાંઓ હવે તોડો તો પ્રેમ થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance