હું અમર પ્રેમને પામી શકી છું
હું અમર પ્રેમને પામી શકી છું
નથી હું સ્વપ્ન હકીકત છું,
તેથી, હું આ દુનિયામાં છું.
સંબંધો બંધાયા છે તારી સાથેના,
તેથી, હું એકલી જ તને સમજી શકી છું.
નફરતની દિવાલોને તોડી ચુકી છું,
તેથી, હું તને મારા ઉરમાં સમાવી શકી છું.
પ્રેમ લઈને તારા સુધી પહોંચી છું,
તેથી, અમર પ્રેમને પામી શકી છું.

