બસ પિયા છે જાણું
બસ પિયા છે જાણું
રીત ન જાણું રીવાજ ન જાણું,
જાણું બસ પિયાની પ્રિત છે જાણું.
ઢંગ ન જાણું રંગ ન જાણું,
જાણું બસ પિયાનો સંગ છે જાણું.
આજ ન જાણું કાલ ન જાણું,
જાણું બસ પિયાનો ખ્યાલ છે જાણું.
ઈર્ષા ન જાણું દ્વેશ ન જાણું,
જાણું બસ પિયાનો પ્યાર છે જાણું.
રાત ન જાણું દિન ન જાણું,
જાણું બસ પ્યારા પિયા છે જાણું...

