STORYMIRROR

Nisha Shah

Inspirational

3  

Nisha Shah

Inspirational

હરિયાળી

હરિયાળી

1 min
180

મારે મુંબઈમાં હરિયાળી લાવવી છે,

આજે જ લીધું છે મેં પ્રણ - હવે કે,


રોજ એક નવો છોડ જરુર વાવવો

કમ્પાઉન્ડમાંથી શરુ કરી,

મારી ગલીનાં છેવાડે સુધી,અને પછી,

દરેકે દરેક જુહુ ગલીમાં છોડ રોપવો.


મારી સહેલીઓએ સાથ દીધો,

ને અમે સૌ શનિરવીમાં મંડી પડ્યા,

ગુલાબ, મોગરા, બોગનવેલીયા, ચંપા,

રાતરાણીથી જુહુસ્કીમ તો મહેકી ઉઠી,

નારીયેળીથી ઝૂમી ઉઠી,

આંબા ગુલમહોર કેશુડાથી ભરાઈ ગઈ.


પારલાથી ચર્ચગેટને કોલાબામાં ચેપ લાગ્યો,

એકએક મુંબઈગરાએ,

હરીયાળી મુંબઈ કરવાનો,

અભિગમ ઉપાડી રસ્તાઓ વહેંચી લીધા,

સૌ મંડીપડ્યા, ને જ્યારે મોદીજીએ પણ

હાકલ કરી, કોઈ બાકી રહ્યુ નહિ.


જોતજોતામાં જેમ સૂરત બદલાયું,

એમ મુંબઈ થઈ ગયું હરિયાળું !

મેં ત્રણ પાંદડાવાળા છોડ રોપ્યા, 

મારા હાથથી એને જળ સીંચ્યા,

નહિ માનો તમે પણ મારા મનમાંયે

સત્ય અહિંસા ને પ્રેમનાં ફૂલ ખીલ્યા.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational