STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

હરિવર

હરિવર

1 min
27.6K


જીવ આર્તનાદે પોકારે, હરિવર રહેજો હારેહારે,

નયન વરસે અનરાધારે, હરિવર રહેજો હારેહારે.


વિપતવેળાના રક્ષનારા, ભક્તો તમને લાગે પ્યારા,

થાકે મનુજ કર્મપ્રહારે, હરિવર રહેજો હારેહારે.


ભક્તોના તમે ભયહારી, દેતા દશા એની સુધારી,

રક્ષતા પ્રત્યેક અવતારે, હરિવર રહેજો હારેહારે.


શરણાગતના સુખકારી, ટાળો ભવરોગ મહામારી,

અંતર દીન બની પોકારે, હરિવર રહેજો હારેહારે.


ઉર મારું આજ ડંખતું, તવાગમન કાજે ઝંખતું,

વૈકુંઠવાસી આવો સંસારે,હરિવર રહેજો હારેહારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational