STORYMIRROR

Chaitanya Joshi

Classics

4  

Chaitanya Joshi

Classics

હરિનું હેત

હરિનું હેત

1 min
27.2K


હરિ તારું હેત હોય અપાર. 

તારાંનો તું સદા તારણહાર .

કોઈ આર્તનાદેથી પોકારે

એને તું દોડી ને આવકારે

તારા ભક્તો તારો સંસાર

હરિ તારું હેત હોય અપાર. 

તારી કરુણા કેવી વરસે 

તારા કાજે કોઈ તરસે

તારે ભક્તો તણા વિચાર 

હરિ તારું હેત હોય અપાર. 

શરણાગત તારો મૂંઝાતો

હરિ કામ છોડી તું જાતો

ન કોઈ તારી હારોહાર 

હરિ તારું હેત હોય અપાર. 


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Classics