STORYMIRROR

Manojkumar Sevantilal Chokhawala

Inspirational

4  

Manojkumar Sevantilal Chokhawala

Inspirational

હરિ તમે આવ્યા

હરિ તમે આવ્યા

1 min
345

જિંદગીમાં સમયાંતરે અનેક તોફાનો આવ્યા,

મુજ ને આશિષ દેવા કૃપાળુ હરિ તમે આવ્યા !


જીવનકાળમાં જન માનસ થકી અનેક કાવાદાવા આવ્યા,

મુજ ને આશિષ દેવા કૃપાળુ હરિ તમે આવ્યા !


પથિકનો મારગ કઠિન હતો, શ્રધ્ધા કેરો દીપ તમે લાવ્યા,

મુજ ને આશિષ દેવા કૃપાળુ હરિ તમે આવ્યા !


કોરોના કાળમાં સંતાન સહુ આપના હિંમત હાર્યા,

સર્વ ને આશિષ આપી સંકટ માંથી તમે તાર્યાં.


આર્થિક વિટંબણાના વમળમાં ફસાઈ હિંમત અમે હાર્યા,

સર્વ ને આશિષ આપી સંકટ માંથી તમે સહુને તાર્યાં.


સંકટ સમયમાં મારગથી વિચલિત ન થઈએ, હામ આપે શ્રી હરિ,

સ્વામીના આશિષ મુજ શિર પર ધરી અનેક મુશ્કેલીઓ તરી.


જિંદગીમાં સમયાંતરે અનેક તોફાનો આવ્યા,

મુજ ને આશિષ દેવા કૃપાળુ હરિ તમે આવ્યા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational