STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

હરિ મને પાર ઉતાર

હરિ મને પાર ઉતાર

1 min
342


હરિ મને પાર ઉતાર

નમી નમી વિનતી કરું છું.

જગતમાં જન્મીને બહુ દુઃખ દેખ્યાં,

સંસારશોક નિવાર... નમી નમી.

કષ્ટ આપે મને કર્મનાં બંધન,

દૂર તું કર કિરતાર... નમી નમી.

આ સંસાર વહ્યો વહ્યો જાય છે,

લક્ષ ચોરાશી ધાર... નમી નમી.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

આવાગમન નિવાર... નમી નમી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics