હરિ આવશે
હરિ આવશે
માનવ- માનવ વચ્ચે સેતુ બાંધીએ,
હરિ આવશે,
ઊચકમન થયેલા સંબંધો સાંધીએ,
હરિ આવશે,
માત્ર પૂજાપાઠને મંદિર પૂરતા મર્યાદિત ના રહેતા,
જનેજનમાં પરમ પિતા પરખીએ,
હરિ આવશે,
સ્વચ્છતા તન, ઘર, શેરી, મહોલ્લા ને નગરની રાખી,
ઠેરઠેર, ઘેરઘેર તરુ વાવી ઉછેરીએ, હરિ આવશે,
કરીએ ખાતરી કે વિસ્તારમાં કોઈ ભૂખ્યું ના સૂવે,
ભૂખ્યાજનોની ઉદરઆગ ઠારીએ, હરિ આવશે,
ક્રોધ, ઈર્ષા, ભેદ, અહમ, દૂર કરી સાદું જીવન રાખી,
આપણે જીવીએ ને જીવવા દઈએ, હરિ આવશે.
