હૃદયમાં ચૂટકા
હૃદયમાં ચૂટકા
વર્ષોની વાટ પછી પણ "ના" પાડી ગયા તમે,
વળી, મજધારમાં દિશાવિહીન મૂકીને ગયા તમે,
તો પણ હૃદયમાં ચૂટકા તો મારતોજ રહીશ;
ગુમાનમાં ચાલ્યા પણ ગુમાન બની રહીશ,
તારા અપમાનમાં માન અભિમાન બની રહીશ,
તો પણ હૃદયમાં ચૂટકા તો મારતોજ રહીશ;
કરો નખરા દુનિયાભરમાં ખોટા તમે,
તો પણ હસી ને બહાર આવતો રહીશ,
અને હૃદયમાં ચૂટકા તો મારતોજ રહીશ;
આમ જુવો કે તેમ જુવો, ઉપર કે નીચે,
તમારા મનમાં હિલોળા મારતો રહીશ,
અને હૃદયમાં ચૂટકા તો મારતોજ રહીશ;
સૂવો કે જાગો, ભમો કે ઝૂમો તમે,
તમને પ્રેમના દરિયામાં ખેંચતો રહીશ,
અને હૃદયમાં ચૂટકા તો મારતોજ રહીશ;
તમને તમારી આંખોના અટકચાળાની "કસમ",
કાજલ બની આજીવન સજા આપતો રહીશ,
અને હૃદયમાં ચૂટકા તો મારતોજ રહીશ;
તમે પ્રેમનું હરણ કરી ગયા અને ભખક્ષણ મૂકતા ગયા,
આમ આત્મા ને ભટકાવી મોક્ષ માટે આવતો રહીશ,
અને હૃદયમાં ચૂટકા તો માર તોજ રહીશ;
તમે કરી હતી પ્રીત કે મજાક ખબર નહી,
તમારા મૂખમાં મારા નામનું રટણ કરતો રહીશ;
અને હૃદયમાં ચૂટકા તો મારતોજ રહીશ;