હોવી ઘટે
હોવી ઘટે


વિચાર, વાણીને વર્તનમાં એકરૂપતા હોવી ઘટે.
છીએ માનવ તો આચરણે માનવતા હોવી ઘટે.
દૂરથી ને કપડામાં તો બધા જ સારા લાગવાના,
ચારિત્ર્યની બાબતે દરેકમાં સભ્યતા હોવી ઘટે.
નમતા પલ્લે બેસનારાની નથી જગતમાં ખોટ,
ઊંચા પલ્લે સાથ દેનારામાં સરળતા હોવી ઘટે.
દિવસના અજવાળામાં સૌ દેખાતા સજ્જન,
રાત્રીના અંધકારે આચારની શુદ્ધતા હોવી ઘટે.
સત્ય એ તો છે અનન્વય અલંકારની બાબતે,
તથ્યના વિષયમાં બંનેમાં સમરૂપતા હોવી ઘટે.