હોત જો જાદુઈ છડી
હોત જો જાદુઈ છડી
હોત જો મારી પાસે જાદુઈ છડી એક,
દુઃખ, દર્દ સૌના ચૂટકીમાં દૂર કરી દેત.
વગર પહેરીએ જાદુઈ કોટ કરતે એવું જાદુ એક,
ચિંતા બધી ભાગે પળમાં ઊભી પૂંછડીએ છેક.
જાદુ હું એવો ચલાવું, અમીર ગરીબ કોઈ ન રહે,
મહેનત કરી જીવનાર કદી કોઈથી પાછળ ન રહે,
વિશ્વમાંથી બીમારીઓ પળમાં ભગાવી દેત,
પ્રકૃતિનું મહત્વ સૌને સમજાવી દેત,
જાદુ કંઈ એવો મારો, પ્રેમ ભાઈચારાથી જીવે,
ઈર્ષ્યા, દ્વેષથી દૂર રહી, પ્રેમરસનું સૌ અમૃત પીવે,
ભ્રષ્ટાચારીઓને આપતે એવી સજા,
સૌ કોઈ મહેનતનાં ફળની લેતે મજા,
ન જાત પાત, ન ઊંચ નીચ, ન કોઈ ભેદ ભાવ,
સરહદો દૂર કરી, સુખ સમૃદ્ધિ સંગ હોત સમભાવ,
હોત જો મારી પાસે જાદુઈ છડી એક.
