હોસ્ટેલ લાઈફ
હોસ્ટેલ લાઈફ
હોસ્ટેલ લાઈફ પણ અજીબ છે,
ક્યારેક આંખોમાં આંસુ તો,
ક્યારેક હોઠ પર હસી લાવે છે,
ક્યારેક સંબંધોમાં મધુરતા તો,
ક્યારેક થોડી કડવાશ પણ લાવે છે,
ક્યારેક રૂમ પાર્ટનર સાથે લડાઈ,
તો પછી એમના જ વિના ના રહી શકવાની
લાગણીનું ભાન પણ કરાવે છે,
કયારેક ઘરની યાદ અપાવે છે ,
તો ક્યારેક કોઈ સહેલીના વર્તનથી ફરી ત્યા એડજસ્ટ થવાની હિંમત પણ આપે છે,
ક્યારેક ન ભાવતા ખોરાકથી ચીડ તો
ક્યારેક ભાવતા ખોરાકથી ખુશ પણ થઈ જવાય છે,
ક્યારેક પરીક્ષામાં છેલ્લા સમયનું વાંચવું ,
તો ક્યારેક મોડી રાતનો નાસ્તો એ
જીવનનો શ્રેષ્ઠ સમય બની જાય છે,
સાચે જ હોસ્ટેલ લાઈફ ઘણી બધુ શીખવી જાય છે,
ક્યારેક જીવન જીવવાની સાચી રીત તો,
ક્યારેક કોઈ પણ પરિસ્થિતિમાં એડજસ્ટ થવાની રીત પણ શીખવે છે,
ક્યારેક સ્વનિર્ભર થવા માટે તો,
ક્યારેક સમૂહમાં કામ કરવા માટે સમજાવે છે,
સાચે જ હોસ્ટેલ લાઈફ એ
જીવનનો એક અનોખો અનુભવ છે,
જે જીવન જીવવાની મહત્વની બાબતો શીખવે છે.
