મા
મા
આમ તો ખૂબ નાનો શબ્દ છે મા કે મમ્મી પણ
આખી દુનિયાને પોતાના વશમાં કરવાની ક્ષમતા ધરાવે છે
મા વિના દુનિયાનું ચાલવુ જ શક્ય નથી કારણ કે
મા વિના કોઈ નું પણ સર્જન જ શક્ય નથી
આમ તો એક મા પોતાના સંતાન માટે
દુનિયાના તમામ સુખ ત્યજી સકે છે
પણ પોતાના સંતાનના સુખ માટે
દુનિયાના દરેક નિયમ સાથે લડાઈ કરી શકે છે
દુનિયાની કોઈ પણ શક્તિ તેનાં પ્રેમ કે
મમતાને માપવાની ક્ષમતા રાખતી નથી
કારણ કે એના માટે તો દુનિયાના
તમામ સંસાધન પણ ટુંકા પડે છે
પોતાનો સંતાનના માટે પોતે પણ દુઃખી થઈ સકે છે
પણ સંતાનના જીવનમાં કોઈપણ
દુઃખ જોવા એ ક્યારેય તૈયાર હોતી નથી
પોતાના સંતાનની ખુશી માટે
કોઈ પણ પરિસ્થિતિ સામે લડી સકે છે
કારણ કે એના માટે તો પોતાના સંતાન ની ખુશી મા જ એનુ જીવન હોય છે ...
કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિથી જીતવાની ક્ષમતા રાખે છે
પણ પોતાના સંતાનથી જ ઘણી વાર હારી જાય છે
અને એમા પણ પોતાના સંતાનની ખુશી જ ઇચ્છે છે
સંતાનના ભવિષ્ય અને સુખ માટે
તેને પોતાનીથી દૂર કરવાની પણ હિંમત બતાવે છે
કારણ કે પોતાની સંતાનની ખુશી અને
શાંતિ માટે પોતાનો જીવ પણ આપી સકે છે તે
ભલે અંદરથી તુટી ગઈ હોય પોતે સંતાનના દૂર જવાથી
છતા પણ સંતાનના મનને દૂરથી જ જાણવાની અને તેના
હૃદયને સમેટવાની તેને ધીરજ અપાવવાની ક્ષમતા ધરાવે છે એ
સાચે જ મા વિશે કાઈ પણ કહેવુ કે લખવુ ખુબ જ અઘરુ છે
એના માટે તો દુનિયા આખીનો શબ્દભંડોળ પણ ઓછો પડે છે
