હળવું હસવું
હળવું હસવું
હળવું હસવું ને મનથી મળવું
પ્રેમથી પામવું ને ફૂલથી ખીલવું,
દિલથી ડરવું ને શબ્દથી સજવું
હૈયાથી હરખવું ને સ્નેહથી સમજવું,
આદેશથી આપવું ને મૌનથી માંગવું
હિતથી હળવું થવું ને જીતથી જાગી જવું,
આપણાથી આગળ વધવું ને પારકાથી પ્રેમાળ બનવું
આશાથી આપી દેવું અને મોજથી માણી લેવું,
શ્રદ્ધાથી સાચવી લેવું અને જલસાથી જીવી લેવું.
