હળવાશ
હળવાશ


દઇ અહમને તું ત્યજી, ચિંતન કરે,
થાય હળવો ભાર, જો ધીરજ ધરે.
હાથ શું આવ્યું હતું? શું ના રહ્યું?
હો લલાટે, તો જ તું સુખને વરે.
ફૂલ થઈ ફોરમ પસારો પ્રેમની,
થઈને કંટક, દર્દ કાં દે' તો ફરે!
હું ને તું સઘળું ત્યજી, સૌ 'આપણે' ,
ભાવ મનમાં કેમ ના એવો ભરે!
પારકી પીડાને પોતાની ગણે;
ધન્ય છે એનો સફળ મનખો ઠરે.