હજારો હાથ વાળી નારી
હજારો હાથ વાળી નારી
આ વિશાળ દુનિયા ચાલાવે છે બસ એક નારી,
અનોખી દુનિયા રચાય છે સરસ અને સારી.
એક હથમાં નારી પકડે રોજ કલમ,
એ જ હાથથી નારી લગાવે મલમ.
એક સાથે બે કામ કરનારી હોય એક નારી,
નારી સૌદર્ય નિખારોની જેમ હોય ઘણી પ્યારી.
જીવનમાં સુખી કરવા અનુસરતી એક નારી,
નર માટે કાળજી રાખવાનું કામ લેતી જારી.
નારીની દુનિયામાં જ્યાં હોય હજારો હાથ,
નારી બધાને મદદ કરીને દે બધાનો સાથ.
બેવડી ભૂમિકા ભજવીને ઇતિહાસમાં અમર નારી,
હજારો પોતાના પરિવારો પણ એક નારી સારી.
