Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Inspirational

3  

Hiten Patel

Inspirational

હિન્દુસ્તાન - 1

હિન્દુસ્તાન - 1

1 min
206


સૌમ્ય ! સનાતન ! હિન્દુસ્તાન;

આપણ અનહદ પ્યારો પ્રાણ !

સદીઓ જૂનો અતિપ્રાચીન, 

શ્રી પ્રભુનું અવતરણ સ્થાન :

આપણ અનહદ પ્યારો પ્રાણ !

સૌમ્ય !... 

ઉત્તરે સોહે કાશ્મીર શિર, 

ગુજરાત બંગાળ બે મહાકર;

દક્ષિણ દેશે ઉદધિ પખાળે 

ભારત માતનાં પાવન પાય. 

સ્વર્ગ સરિત જહાન્વીનો 

અડગ પિતૃ નગાધિરાજ;

હિમાચ્છાદિત ધવલ ધવલ;

દ્વારપાલ ઊભો સવાર સાંજ:

જ્યહાં પાંગરી હિંદુ સંસ્કૃતિ 

વેદ પુરાણની પાવન કૃતિ. 

સૌમ્ય.... 

નદીયું કેરાં અખૂટ નીર, 

પૃથિવી કાજે નિત્યનાં ક્ષીર;

વિંધ્ય, અરવલ્લી, ગિરિ શૈલેન્દ્ર:

શીતલ રશ્મિ વેરે પૂનમ ચંદ્ર. 

લીલવર્ણી પ્રફુલ્લ ઘટાએ 

ટહુકે કોકિલ તણા રાગ;

અપ્સરાનાં રૂપલાવણ્ય સમ 

દીપી ઊઠતા હરિત બાગ:

સોહંતુ અનુપમ ઘટાવન 

રખે શૃંગારમય સુહાગન !

સૌમ્ય.... 

( અપૂર્ણ )


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational