STORYMIRROR

Chaitanya Joshi

Classics Inspirational

3  

Chaitanya Joshi

Classics Inspirational

હે હરિવર...!

હે હરિવર...!

1 min
26.2K


તને પામવાની સતત વૃત્તિ મારે.

ભવોભવની રહી એ સ્મૃતિ મારે.

અતૃપ્ત નૈન થયાં નિમિષયુક્ત, 

પામી દરશને કરવાની પૂર્તિ મારે.

પ્રેમસાધ્ય પરમેશ તું સર્વસ્વને, 

 કરુણા મમતાની આકૃતિ મારે.

ધડકન ઉરની રહી છે ઉચ્ચરી, 

એમાં જ શાસ્ત્રને હો શ્રુતિ મારે.

તારા સ્વીકારે સાંપડે મનચાહ્યું,

થાય આતમની પરિતૃપ્તિ મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics