હે હરી...!
હે હરી...!
હરિ હવે દેખી દશા સંભાળજે.
હોય જે આફત તું મારી ટાળજે.
સાવ સાચી વાત છે કે તું હશે,
ઝંખતો જગદીશ તું સંભારજે.
આજ આવી દ્વારને દીપાવજે,
છું શરણને દીનતા સ્વીકારજે.
નાથ તારી છે કરૂણા કેટલી !
પાપ મારાં હે હરી તું બાળજે.
જીવ શિવની છે અનોખી વાત આ,
અંશ છું અંશી વખત તું આપજે.
