STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

હૈયું હાર માંગે છે

હૈયું હાર માંગે છે

1 min
212

પ્રણય કરતાં થઈ રાજી ને હૈયું હાર માગે છે, 

પછી મૂકી શરત પાજી, ને હૈયું હાર માગે છે,


નવોઢાનો વેશ પ્હેરીને સખીઓ સંગ ચાલી,

હરખ છલકાય ત્યાં વા'જી ને હૈયું હાર માગે છે,


વધાવો આજ, કંકુ ચાંદલો ચોખા લગાવીને, 

નમન કરતાં મળે માજી ને હૈયું હાર માગે છે,


ઝૂકાવી શીશ આશીર્વાદ લૈ હરખાય છે જાજી, 

જીતી લીધી તમે બાજી ને હૈયું હાર માગે છે, 


રમત લાંબી રમી છે જીતવા સારું, રમી થાકી, 

કરી આરામ થૈ તાજી ને હૈયું હાર માગે છે, 


કરો જો ન્યાયની વાતો જરા થોભી જજો આજે, 

નકારો સાંભળી કાજી, ને હૈયું હાર માગે છે, 


છુપાવ્યું સત્ય મનમાં તોય ત્યાં જાહેર કરવાનું, 

પછી પાજી કહે ના જી, ને હૈયું હાર માગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance