હાસ્ય
હાસ્ય


અકળાવતા ગમને દરિયામાં નાખો.
આજથી હરપળે હસવાનું રાખો.
એ ભેટ રહી કુદરતની અણમોલ,
પછી મિષ્ટફળ એનાં તમે ચાખો.
રડનારનું નસીબ પણ રહેતું રડતું,
હસીને ભાવિ ઉજ્જવળ ભાખો.
અંતરનો આનંદ ના છીનવે કોઈ,
ખૂણેખાંચરેથી એને શોધી કાઢો.
હરિનેય પસંદ પ્રસન્ન ચહેરાઓ,
સ્મિત પ્રસારતી સદા રાખો આંખો.