ગુરુની જરૂર પડે
ગુરુની જરૂર પડે
જાતને મળવા તમારે ગુરુની જરૂર પડે,
અહમ ઓગાળવા તમારે ગુરુની જરૂર પડે,
સાબદા હો કાન કેવળ એટલું પૂરતું નથી,
એ સાદ સાંભળવા તમારે ગુરુની જરૂર પડે,
ગાઢ જંગલમાં બધા સાથે મળી મૂકી જશે,
બહાર નીકળવા તમારે ગુરુની જરૂર પડે,
સાથને સંગાથથી થીજે જો મન તમારું,
સહેજ ખળભળાટ કરી જગાડવા તમારે ગુરુની જરૂર પડે,
સાંજ થૈ ઢળવા તમને માતાપિતાને મિત્રો મળે,
પ્રભાતે સૂર્ય થૈ ઊગવા તમને ગુરુની જરૂર પડે,
રસ્તાઓ ગમે તેટલા ઉચાટ ને અઘરા મળે
સાચો માર્ગ શોધી શિખરો મેળવવા તમને ગુરુની જરૂર પડે,
ઊડવું હોય આકાશમાં પક્ષીઓની જેમ,
પણ એ પાંખોને પસારવા તમને ગુરુની જરૂર પડે,
ભીતર સુધી પહોંચવાનો રસ્તો કઠિન હોય છે
જાતને મળવા તમારે ગુરુની જરૂર પડે,
મૂઠી સપના જોતો માનવી જીવન જીવવા મથે,
સ્વપ્ન એ સાકાર કરવા ગુરુની જરૂર પડે,
પથ્થર તણી મૂર્ત શિલ્પી જેમ કંડારી કરે
જ્ઞાનને ધ્યાનની મૂર્તિના નિર્માણે ગુરુની જરૂર પડે,
દરિયો ખેડી સાર શોધે સિધ્ધ તમારા જીવન શિખરન કરે
સાગર છે એ ગુરુ જેની જરૂર પ્રભુને પણ માનવ જન્મે પડે.
