STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

ગુરુંચરણ 881

ગુરુંચરણ 881

1 min
357

રાજકારણનું પણ ખાસ કારણ હોવું જોઈએ,

પ્રજાના દુઃખભર્યા પ્રશ્નોનું નિવારણ હોવું જોઈએ,


જે નેતા કે પક્ષ ન કરે વચનપૂર્તિ એ નેતા કે પક્ષનું

પ્રજાજનોને હાથમાં રામબાણ મારણ હોવું જોઈએ,


ખાલી ખાદીવાદી થવાથી કે પહેરવાથી ગાંધી ન થવાય,

ગાંધી સમ રાષ્ટ્પ્રેમ ને આચરણનું વળગણ હોવું જોઈએ,


ભાષણ પણ જાણે કૂતરાં ભસતા હોય એવું ન કરો, અરે

વિરોધી પાડે તાળી એવું અટલ સમ ભાષણ હોવું જોઈએ,


ચૂંટણી ટાણે રાડો પાડી પ્રજાને ભેગા કરતાં થાય પરસેવો

ઓ મૂરખો,લાલબહાદુર હાકલ સમ કામણ હોવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational