STORYMIRROR

Dr.Sarita Tank

Inspirational Others

3  

Dr.Sarita Tank

Inspirational Others

ગુજરાત ગૌરવગાન

ગુજરાત ગૌરવગાન

1 min
68

જનની, જન્મભૂમિ અમારી ગુર્જરી ગુજરાતની,

આપે ગૌરવગાન અમોને ગુર્જરી ગુજરાતની.


ગાંધી, સુભાષની ભૂમિ,

એકતારે નરસિંહ ઝૂમે,

એ જુનાગઢની ભૂમિ.

મલ્હારે મેઘા વરસે,

એવા થઈ ગયા જ્યાં ધૂની.

જનની....


શંકર ને રામની ભૂમિ,

સાધુ-સંતોની ધૂની.

કરતાલે મીરાં ઝૂમી.

મંદિર ને મસ્જિદ નમતા,

સૌ ભેદભાવને ભૂલી.

જનની ....


નદીમાત અને દરિયાનાં,

સૌ કાંઠા કિનારા ઘૂમી.

સેના સરહદ પર ધૂની,

યજમાની કરતા હરખે,

મહેમાની ચરણો ચૂમી.

જનની....


જનની જન્મભૂમિ અમારી ગુર્જરી ગુજરાતની,

આપે ગૌરવ ગાન અમોને ગુર્જરી ગુજરાતની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational