ગ્રંથો
ગ્રંથો
પાર્થને કોઇ જઇને કહો હવે ચડાવે બાણ
સંસ્કૃતિના ભક્ષક જો આજ લગાવે આણ
સાત સમંદર એક છલાંગે કુદી શકે છે
છે એવી શક્તિ તારી, નથી તુજને જાણ
મારું મારું કરતો કાળા માથાનો માનવી
ખાય પીવે મોજ કરે, સદા ભોગે રમમાણ
છલકે જ્યાં શૌર્ય ને ભેળો આવે 'જ' કાર
મળી જાય તો કહેજો..! ક્યાં છે એવી ખાણ
જગતમાં ક્યાં શોધશો ખુમારીની નિશાળ
ખુદ જગદીશ આપી ગયો છે એનું પ્રમાણ
