STORYMIRROR

Meerabai Sant

Classics Others

0  

Meerabai Sant

Classics Others

ગોવિંદના ગુણ ગાશું

ગોવિંદના ગુણ ગાશું

1 min
776


ગોવિંદના ગુણ ગાશું,

રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું.

ચરણામૃતનો નિયમ હમારે,

નિત્ય ઊઠી મંદિર જાશું ... રાણાજી અમે.

રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,

પ્રભુજી રૂઠે રે મરી જાશું ... રાણાજી અમે.

વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,

ચરણામૃત કરી લેશું ... રાણાજી અમે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

ચરણકમળ પર વારી જાશું ... રાણાજી અમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics