STORYMIRROR

Hardik G Raval

Romance

4  

Hardik G Raval

Romance

ગમ્યું

ગમ્યું

1 min
551

મારા શહેરમાં તારૂ આવવું ગમ્યું,

સમય કાઢીને મને મળવું ગમ્યું,


જૂની યાદો, વાતો, ઘાવ, ફરિયાદને,

ભૂતકાળ ગણી દફનાવવું ગમ્યું,


પુષ્પોથી મહેકતા બાગમાં,

પુષ્પોનું તારી સામે મુરઝાવવું ગમ્યું,


પરિચિત પ્રણયના માર્ગે,

આંખોનું આંખોમાં ખોવાવું ગમ્યું,


મૌન છતાં થતાં સંવાદોમાં,

હોઠોનું ચૂપ રહેવું ગમ્યું,


વિખૂટા પડતી વેળાએ હૃદયનું,

ફરી એજ રીતે તડપવવું ગમ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance