મારો સ્વભાવ
મારો સ્વભાવ
1 min
387
સમયની અછત હતી અને
સમજણનો અભાવ હતો,
તને તો ખબર હતી,
કે તે મારો સ્વભાવ હતો.
ભૂલ તો મારી જ હતી ને,
પણ અહમનો પ્રભાવ હતો,
તને તો ખબર હતી,
કે તે મારો સ્વભાવ હતો.
મુશ્કેલીમાં હું હતો અને,
જવાબદારીનો દબાવ હતો,
તને તો ખબર હતી,
કે તે મારો સ્વભાવ હતો.
સપના પાછળની દોડ હતી,
ઉત્સાહ હતો જીવનનો,
તે સંગીન બદલાવ હતો,
તને તો ખબર હતી,
કે તે મારો સ્વભાવ હતો.
સમય કાઢીને આવ મળવા મને,
દરેક સપનાઓનું સત્ય સમજાવીશ,
જીતીને હારવાનું કારણ બતાવીશ,
બસ એક વખત મળવા આવ મને,
આ 'આખરી મુલાકાત'નો,
હું હક્કદાર હતો,
તને તો ખબર હતી,
કે તે મારો સ્વભાવ હતો.
