યાદ
યાદ
1 min
155
યાદોના સહારે યાદ રહેવાનો સમય આવી ગયો છે,
ફરીયાદ મટી યાદ બનવાનો સમય આવી ગયો છે,
ચાંદ, સુરજ, તારાના ઉદાહરણો આપ્યા પ્રેમમાં,
હવે પ્રેમમાં ઉદાહરણ બનવાનો સમય આવી ગયો છે,
સ્વયં શોધ અને અસ્તિત્વની શોધમાં વિતી જિંદગી,
ગુમનામ બની લોકો માટે 'શોધ' બનવાનો સમય આવી ગયો છે,
લગાવ છે, હતો અને રહેશે દરેક સ્થાન, વ્યક્તિ, વસ્તુઓનો,
એ લાગણીઓ ભૂલી બહુ દૂર જવાનો સમય આવી ગયો છે.
