એ આવી વરસાદની જેમ
એ આવી વરસાદની જેમ
1 min
6.7K
એ આવી અને વરસી ગઈ
ધોધમાર વરસતા વરસાદ ની જેમ!
એ આવી અને ફેલાઈ ગઈ સુવાસ
વરસ્યા પછીની ભીની માટીની જેમ!
એ આવી અને હૃદયમાં મચ્યો હાહાકાર
તોફાની વરસાદમાં થતા વીજળીના ગડગડાટની જેમ!
એ આવી અને આવ્યો જીવમાં જીવ
વરસાદની રાહ જોતા ખેડૂતોની જેમ!
એ આવી અને જતાવ્યો પ્રેમ
વરસાદ પછી છલકાતા જળાશયોની જેમ!
એ આવી અને રચાઈ કવિતા
વરસાદ પછી રચાતી જેમ!