STORYMIRROR

Kavin Shah

Tragedy

3  

Kavin Shah

Tragedy

ગઝલ- ભૂલ

ગઝલ- ભૂલ

1 min
448


મેં વિશ્વાસને તિજોરીમાં રાખ્યો જ નહીં,

છેડો સબંધોનો કોઈ વાર માપ્યો જ નહીં.


કદાચ હું પણ ખુશ થઈ જાત જિંદગીમાં,

અફસોસ સ્વાદ સ્વાર્થનો ચાખ્યો જ નહીં.


ને આમ જુઓ તો એક ગુનો મેં પણ કર્યો,

ભાર આંશુનો એના પર ક્યારેય નાખ્યો જ નહીં.


અને ભૂલો બધી મારી જ હતી કાયમ કેમકે,

મેંજ એને પાઠ દૂરીનો એકે વાર ભણાવ્યો જ નહીં.


આજ પછતાવો 'ફાડ' એક વાતનો છે જેમ,

આપ્યો દગો એને બધાયે એવો આપ્યો જ નહીં.


થઈ ગયો છે આજ કાલ જે પ્રેમનો મતલબ,

એવો મતલબ હું કોઈદી સમજ્યો જ નહીં.


Rate this content
Log in