થાય છે !
થાય છે !
એવું ઘણાં લોકોનાં જીવનમાં થાય છે,
થોડી વાર માટે પ્રેમ આવે છે ને જાય છે !
કોઈ આકાશ સામે નજર માંડે ત્યારે,
ખુદના સ્વાર્થથી ઉપર બીજુ શું દેખાય છે !
ને ગરીબી પર ચર્ચા કરવા કરતાં ગરીબની,
પથારી જુઓ,કેમ અને કેવી રીતે પથરાય છે !
અને વાત હોય જો નાકના વટની તો પૂછો,
આંખોને કે કેમ જોઈ સામે તું કતરાય છે ?
હવે સમય છે એવો કે શબ્દો બે માઠા કહેવા પડે,
નહીં બોલો તો ક્યાં કોઈ અહીં શરમાય છે !
વાત કરું જો ફુલની તો એ પાણી વગર નહીં,
તમે એક બીજાથી છુટ્ટા પાડો તોજ કરમાય છે !