STORYMIRROR

Kavin Shah

Others

4  

Kavin Shah

Others

મૃત્યુ

મૃત્યુ

1 min
610

રમું છું મૃત્યુ સાથે આંધળો પાડો,

બહુ થયું ચિતા પર કરો મને આડો,


સૂતો જ છું હું શાનથી એકલો,

હાથમાં લ્યો દોરણી થવા દો ધુમાડો,


ખૂટે જો લાકડા મુકવા ચિતા પર,

ત્યારે મૂંઝાયા વગર ગાર જો ખાડો, 


પહેરશે સૌ કોઈ સફેદ કપડાં ને હું,

ચાદર અંદર પણ હોઇશ ઉઘાડો.


અચાનક જો આવે મૃત્યુ તો સારું,

હવે કવિન આ દર્દનો થાય ધટાડો.


Rate this content
Log in